College Campus, Modasa - 383315

Since 1960

07:30 - 19:00

Monday to Saturday

logo

123 456 789

info@example.com

Goldsmith Hall

New York, NY 90210

07:30 - 19:00

Monday to Friday

પ્રવેશ માહિતી

B.A. Sem- I માં ધોરણ12 માં ઉત્તીર્ણ થનારને સેમેસ્ટર પદ્ધતિ મુજબ પ્રવેશ આપવામાં આવે છે. ફોર્મ સ્વીકારવાની નિયત તારીખ સુધી આવેલ પ્રવેશફોર્મનું અનુક્રમે પ્રવેશ અપાશે તે માટે નોટિસ બોર્ડ પર સૂચના જોઈને નિયત તારીખ સુધીમાં ફી ભરવાની રહેશે.

મુખ્ય ભાષા અંગ્રેઝી વિષય માં પ્રવેશ લેવા માટે ઓછા માં ઓછા 45 ગુણ હોવા જરૂરી છે.

વિદ્યાર્થીને વિષય માટે આપેલ વિશે પત્રક મુજબ જ વર્ષ દરમિયાન અભ્યાસ કરવાનો રહેશે. આ વિષય પત્રક વર્ષ દરમ્યાન સાચવી રાખવું.

યુનિવર્સિટી અને ગુજરાત સરકારની નિયમાનુસાર અનુસૂચિત જાતિ ,અનુસૂચિત જનજાતિ બક્ષીપંચ અને અપંગ ઉમેદવારો માટે અનામત બેઠકો પ્રાપ્ત છે.

કોલેજમાં ચાલતા વર્ગ શિક્ષણ અને પ્રાયોગિક કાર્ય માં નિયમિત હાજરી આપવી ફરજિયાત છે. હાજરી કૂટતા પરીક્ષા ફોર્મ રોકી શકાય છે.

વર્ષ દરમિયાન બન્ને સત્રમાં લેવાતી આંતરિક પરીક્ષા આપી ફરજિયાત છે તેમાં ઉત્તીર્ણ થનાર યુનિવર્સિટી પરીક્ષા માટે પાત્ર ગણાશે.

કોલેજ કસોટીમાં મેળવેલ ગુણ આંકડાના આધારે આંતરિક કોણ ૩૦ માંથી આપવામાં આવશે.

જે વિદ્યાર્થીઓએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની અન્ય કોલેજમાંથી આ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોય તેમણે સ્થળાંતર પ્રમાણપત્ર (ટી. સી.) પ્રવેશ મેળવ્યા થી ૧૫ દિવસમાં આવવાનું રહેશે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સિવાયની અન્ય યુનિવર્સિટીની કોલેજમાંથી આ કોલેજમાં પ્રવેશ મેળવનારી ઉત્તર ગુજરાત યુનિવર્સીટી નું કામ ચલાવવું એલિજીબીલિટી સર્ટિફિકેટ પ્રવેશ માટે રજુ કરવાનું રહેશે ત્યાર પછી એક માસમાં ફાઇનલ એલિજીબીલિટી સર્ટિફિકેટ લાવવાનું  રહેશે.

ફીનાં ધોરણો અંગે નોટિસ બોર્ડની વિગતો જોઈ લેવી. કોલેજ અનામત, પ્રયોગશાળા અનામત અને ગ્રંથાલય અનામત માટે આપેલ પાવતી સાચવી રાખવી અને કોલેજ છોડ્યા બાદ એક વર્ષમાં પાવતી રજૂ કરી અનામતની રકમ પરત મેળવી લેવી.

એસ.ટી.બસ નિગમના નિયમાનુસાર કન્સેશન પાસની સગવડ પ્રાપ્ત છે.

વિદ્યાર્થીએ અભ્યાસકાળ દરમિયાન ઓળખપત્ર પોતાની પાસે રાખવા આવશ્યક છે વિદ્યાર્થી ઓળખપત્ર મેળવી સહી સિક્કા કરાવી લેવા અને તેમાં પણ વિષય નોંધ કરાવી લેવી.

B.A. Sem-I, II, III, IV, V અને M.A Sem-I, II, III ના વિદ્યાર્થીઓને તેમના પરિણામો આવ્યા બાદ સાત દિવસમાં ઉપલા વર્ગમાં પ્રવેશ મેળવી લેવો.