College Campus, Modasa - 383315

Since 1960

07:30 - 19:00

Monday to Saturday

logo

123 456 789

info@example.com

Goldsmith Hall

New York, NY 90210

07:30 - 19:00

Monday to Friday

Principal’s Message

Vibrant Ecosystem

સાંપ્રત સમયમાં વિદ્યાકીય વાતાવરણથી જીવંત હોય તેવી ઓછી સંસ્થાઓ બચી છે. આર્ટસ કોલેજ મોડાસા ના વિદ્યાર્થીઓની જિજ્ઞાસા અને વિનમ્રતા જોઈ પ્રભાવિત થયો. આચાર્યશ્રી તથા સ્ટાફ સંવાદિત હંમેશા યાદ રહેશે.

શાહબુદ્દીન રાઠોડ

(જાણીતા હાસ્ય સમ્રાટ)

2018-12-12T21:34:48+00:00

શાહબુદ્દીન રાઠોડ

(જાણીતા હાસ્ય સમ્રાટ)

સાંપ્રત સમયમાં વિદ્યાકીય વાતાવરણથી જીવંત હોય તેવી ઓછી સંસ્થાઓ બચી છે. આર્ટસ કોલેજ મોડાસા ના વિદ્યાર્થીઓની જિજ્ઞાસા અને વિનમ્રતા જોઈ […]

Worthwhile College

મોડાસા કેમ્પસમાં પ્રવેશતાં જ એક જુદી સુવાસ અનુભવી. આ કોલેજમાં વિદ્યા અભ્યાસ માટે ઉત્સુક વિદ્યાર્થીઓ છે. તેમનો જીવન માર્ગ કુસુમમય બની રહો.

ડો. એચ.એલ.ત્રિવેદી

ડાયરેક્ટર - કિડની ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ

2016-03-14T15:19:08+00:00

ડો. એચ.એલ.ત્રિવેદી

ડાયરેક્ટર - કિડની ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ

મોડાસા કેમ્પસમાં પ્રવેશતાં જ એક જુદી સુવાસ અનુભવી. આ કોલેજમાં વિદ્યા અભ્યાસ માટે ઉત્સુક વિદ્યાર્થીઓ છે. તેમનો જીવન માર્ગ કુસુમમય […]

Knowledge is Power

આ સદી જ્ઞાનની સદી છે. જ્ઞાન ની પૂજા આપણી સંસ્કૃતિ છે. આર્ટસ કોલેજ મોડાસા સંસ્કૃતિ કાર્ય કરી રહી છે તે માટે હું અભિનંદન આપું છું.

પૂજ્ય અવિચલદાસ મહારાજ

સારસા

2016-03-14T15:19:18+00:00

પૂજ્ય અવિચલદાસ મહારાજ

સારસા

આ સદી જ્ઞાનની સદી છે. જ્ઞાન ની પૂજા આપણી સંસ્કૃતિ છે. આર્ટસ કોલેજ મોડાસા સંસ્કૃતિ કાર્ય કરી રહી છે તે […]

વ્હાલા વિદ્યાર્થી ભાઈ-બહેનો,

શ્રી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.કે. શાહ એન્ડ શ્રી કૃષ્ણ ઓ. એમ. આર્ટસ કોલેજ, મોડાસા 64 માં વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. ત્યારે આ કોલેજ ઉત્તમ શિક્ષણની સાથે શ્રેષ્ઠ અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ સમજી ગુજરાતમાં એક આગવું સ્થાન ધરાવે છે.

વિદ્યાર્થીઓ તથા વાલીઓ સમક્ષ આ વેબસાઇટ મુકતા હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું.

અરવલ્લી જિલ્લામાં મોડાસા આર્ટસ કોલેજમાં પ્રવેશ મેળવતા જ વિદ્યાર્થીઓમાં એક હર્ષની લાગણી ઉદભવે છે. સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોનું હું આ તબક્કે સ્વાગત કરું છું.

 

મિત્રો, ધોરણ-૧૨ માં સખત પરિશ્રમ કરી આપશો લેવલથી કોલેજમાં પ્રવેશ કરી જીવનની કારકિર્દી તરફ આગળ વધી રહ્યા છો. આ કોલેજ ઉચ્ચ પરિણામોની સાથે વિદ્યાર્થીઓમાં ઉચ્ચ સંસ્કાર નું જતન થાય તેવા આશયથી મને આપની કારકિર્દીમાં યશભાગી બનવાનું ખૂબ જ આનંદ છે. આ કોલેજમાં શિક્ષણની સાથે સપ્તધારા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. રમત-ગમત, NSS, NCC માં આ કોલેજ હરહંમેશ અગ્રેસર રહી છે. વિદ્યાર્થીઓમા અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ રહે તે માટે સ્કોપ ના વર્ગોનું શિક્ષણ અપાય છે. આ માટે અધ્યતન કમ્પ્યુટરાઇઝડ લેંગ્વેજ લેબોરેટરી કાર્યરત છે. મારો હરહંમેશ પ્રયાસ રહ્યો છે કે સમયની સાથે તાલ મેળવવા અદ્યતન ટેકનોલોજીથી વિદ્યાર્થીઓ માહિતગાર રહે.

આ કોલેજમાં દરેક વિષયના વિષય દીઠ વિદ્વાન અધ્યાપકો, કુશળ વહીવટી સ્ટાફ અને સંનિષ્ઠ સેવક ભાઈઓ પોતાના કાર્યથી વિદ્યાર્થીઓને સંતોષવાનો પ્રયત્ન કરે છે. આ કોલેજમાં ઉચ્ચ વિદ્યાભ્યાસની સાથે વિદ્યાર્થી પરિશ્રમી વિનયી-વિવેકી બની કોલેજમાં શિસ્તના પાઠ ભણી તેમના જીવનની કારકિર્દીમાં પણ આ કોલેજ ઉપયોગી બની રહે તેવો મારો સંનિષ્ઠ પ્રયત્ન છે.

 

સૌ મંડળના હોદેદારશ્રીઓ પણ હરહંમેશ વિદ્યાર્થીમિત્રોને મદદરૂપ બનવા પ્રયત્નશીલ હોય છે. આ કોલેજમાં વિશાળ લાયબ્રેરી આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓ વિવિધ પુસ્તકોના વાંચન દ્વારા જ્ઞાનમાં વધારો કરે છે અને લોન-લાયબ્રેરી દ્વારા અભ્યાસના પુસ્તકો પણ મેળવી શકાય છે. કોઈપણ વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે તે માટે અત્યંત ગરીબ વિદ્યાર્થીઓ માટે પણ અમો ગરીબ રાહત ફંડ દ્વારા ફીની વ્યવસ્થા કરી વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ કરી શકે તેની અમો કાળજી રાખીએ છીએ. આ ઉપરાંત એસ.સી, એસ.ટી, બક્ષીપંચ અને અપંગ વિદ્યાર્થીઓ સમયસર ફોર્મ ભરી સ્કોલરશીપનો લાભ મેળવી શકે છે.

દરેક વિદ્યાર્થી વર્ગખંડમાં અચૂક હાજરી આપે તેવી વાલીઓને પણ હું શીખામણ આપવા વિનંતી કરું છું. વર્ગખંડમાં જો હાજરી નહીં હોય તો પરીક્ષા ફોર્મ પણ અટકી શકે છે. શિક્ષણ ક્ષેત્રે અવનવા રસપ્રદ પ્રયોગોની સાથે CBCS અભ્યાસ ક્રમ સેમેસ્ટર દીઠ ભણવાનો હોય છે. દરેક વિદ્યાર્થી પોતાના વિશેની જાણકારી અગાઉથી મેળવી શકે તે માટે અહીં વિષયોની પણ જાણકારી આપવામાં આવે છે.

જો આપ લેખનકાર્યમાં પણ રસ ધરાવતા હોય તો કોલેજ દ્વારા ‘માજુમ’ સંવિધ મુખપત્ર બહાર પાડવામાં આવે છે. તેમાં આપના શ્રેષ્ઠ લેખનની સમાવી લેખનની અભિવ્યક્તિ વિદ્યાર્થીઓમાં પાંગરે તેવો આશય ‘માજુમ’ મુખપત્રનો રહેલો છે. આ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરી ઉચ્ચસ્થાને ઉચ્ચ અધિકારી, સાહિત્યકાર, શિક્ષણવિદ,  આચાર્ય જેવા ઉચ્ચસ્થાને બિરાજમાન છે તેનું મને ગૌરવ છે. અધ્યાપક તરીકે ૨૯ વર્ષ પૂર્ણ કરી આચાર્ય તરીકે વિદ્યાર્થીઓની તમામ ક્ષેત્રે સંપૂર્ણ સહકાર આપી કારકિર્દી ઘડવામાં આ કોલેજ એકસાથે બની રહે તેવો મારો પ્રયત્ન રહેશે.

 

“શિક્ષણનો મુખ્ય હેતુ ઉત્તમ જ્ઞાનની સાથે વિદ્યાર્થી ઉચ્ચ સંસ્કારો મેળવી આવનાર પેઢી માટે પ્રેરણારૂપ બને તેવો હોવો જોઈએ” તમો આ કોલેજમાં પ્રવેશ મેળવી ઝળહળતી સફળતા મેળવો અને ઉજ્જવળ ભવિષ્ય બનાવીને સમાજને મદદરૂપ બનો તેવી શુભકામનાઓ સાથે…

ડૉ. દિપક એચ. જોષી