College Campus, Modasa - 383315

Since 1960

07:30 - 19:00

Monday to Saturday

logo

123 456 789

info@example.com

Goldsmith Hall

New York, NY 90210

07:30 - 19:00

Monday to Friday

Our Specialty

Vibrant Ecosystem

સાંપ્રત સમયમાં વિદ્યાકીય વાતાવરણથી જીવંત હોય તેવી ઓછી સંસ્થાઓ બચી છે. આર્ટસ કોલેજ મોડાસા ના વિદ્યાર્થીઓની જિજ્ઞાસા અને વિનમ્રતા જોઈ પ્રભાવિત થયો. આચાર્યશ્રી તથા સ્ટાફ સંવાદિત હંમેશા યાદ રહેશે.

શાહબુદ્દીન રાઠોડ

(જાણીતા હાસ્ય સમ્રાટ)

2018-12-12T21:34:48+00:00

શાહબુદ્દીન રાઠોડ

(જાણીતા હાસ્ય સમ્રાટ)

સાંપ્રત સમયમાં વિદ્યાકીય વાતાવરણથી જીવંત હોય તેવી ઓછી સંસ્થાઓ બચી છે. આર્ટસ કોલેજ મોડાસા ના વિદ્યાર્થીઓની જિજ્ઞાસા અને વિનમ્રતા જોઈ […]

Worthwhile College

મોડાસા કેમ્પસમાં પ્રવેશતાં જ એક જુદી સુવાસ અનુભવી. આ કોલેજમાં વિદ્યા અભ્યાસ માટે ઉત્સુક વિદ્યાર્થીઓ છે. તેમનો જીવન માર્ગ કુસુમમય બની રહો.

ડો. એચ.એલ.ત્રિવેદી

ડાયરેક્ટર - કિડની ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ

2016-03-14T15:19:08+00:00

ડો. એચ.એલ.ત્રિવેદી

ડાયરેક્ટર - કિડની ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ

મોડાસા કેમ્પસમાં પ્રવેશતાં જ એક જુદી સુવાસ અનુભવી. આ કોલેજમાં વિદ્યા અભ્યાસ માટે ઉત્સુક વિદ્યાર્થીઓ છે. તેમનો જીવન માર્ગ કુસુમમય […]

Knowledge is Power

આ સદી જ્ઞાનની સદી છે. જ્ઞાન ની પૂજા આપણી સંસ્કૃતિ છે. આર્ટસ કોલેજ મોડાસા સંસ્કૃતિ કાર્ય કરી રહી છે તે માટે હું અભિનંદન આપું છું.

પૂજ્ય અવિચલદાસ મહારાજ

સારસા

2016-03-14T15:19:18+00:00

પૂજ્ય અવિચલદાસ મહારાજ

સારસા

આ સદી જ્ઞાનની સદી છે. જ્ઞાન ની પૂજા આપણી સંસ્કૃતિ છે. આર્ટસ કોલેજ મોડાસા સંસ્કૃતિ કાર્ય કરી રહી છે તે […]

આ કોલેજે પોતાના અધ્યાપકગણ, પુસ્તકાલય તથા અભ્યાસ અને અભ્યાસ પ્રવૃતિઓ દ્વારા એક શિસ્ત અને સંસ્કાર વિદ્યાલય વાતાવરણ ઊભું કર્યું છે.

આ કોલેજમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, અર્થશાસ્ત્ર, હોમ સાયન્સ અને માનસશાસ્ત્ર મુખ્ય વિષય તરીકે શીખવાય છે. હિન્દી, સંસ્કૃત વિષયમાં અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ અહીં અપાય છે.

આર્ટસ કોલેજમાં દાખલ થયેલ વિદ્યાર્થી તેના વ્યક્તિત્વનો વિકાસ કરી શકે તે માટે લલિત કળા અને રમતગમતના ક્ષેત્રે માટેની તાલીમ અને માર્ગદર્શન અપાય છે. યુનિવર્સિટી કક્ષાએ થતા યુવક મહોત્સવ અને રમતોત્સવોમાં દર વર્ષે આ કોલેજના વિદ્યાર્થીઓ અનેરી સિધ્ધિઓ પ્રાપ્ત કરે છે.

આર્ટ્સ કોલેજમાં એન.સી.સી અને એન.એસ.એસ.ની પ્રવૃતિઓનો ખાસ પ્રબંધ કરવામાં આવ્યો છે. લશ્કરી તાલીમ અને સમાજસેવાની તાલીમ એન.સી.સી અને એન.એસ.એસ. દ્વારા મળે છે. સપ્તધારા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વ્યક્તિત્વ વિકાસ થાય છે. દુષ્કાળ, રેલ, સંકટ અને ભૂકંપ જેવી કુદરતી આફતો આવી પડે ત્યારે આ એકમ વિશે સક્રિય બને છે અને અસરગ્રસ્ત વિસ્તારના લોકોને યથાશક્તિ સહાય પહોંચાડવાનો પ્રયત્ન કરે છે.

અલ્પસાધન પરંતુ તેજસ્વી હોય તેવા વિદ્યાર્થીઓને આ કોલેજ સહાય કરવા તત્પર રહે છે. વિવિધ સ્કોલરશીપ અને પુસ્તકોનો આવા વિદ્યાર્થીઓને ઉદાર લાભ અપાય છે. ગરીબ વિદ્યાર્થી રાહત ફંડ દ્વારા અપાતા પુસ્તકો વિદ્યાર્થી વર્ષ પર પોતાની સાથે રાખે તેવી વ્યવસ્થા પણ છે.

આર્ટ્સ કોલેજની લાયબ્રેરી અને લોન લાઇબ્રેરી અતિ સમૃદ્ધ છે. નિયત તારીખ સુધીમાં અરજી કરવાથી લોન લાઇબ્રેરીમાંથી જરૂરિયાતમંદ વિદ્યાર્થી ભાઈ-બહેનોને પાઠ્યપુસ્તકો મળી રહે છે.

રમતગમત ક્ષેત્રે એથ્લેટિક્સ, ખોખો, હુતુતુ, વોલીબોલ, હોકી, બાસ્કેટબાેલ, બેડમિન્ટન, ટેબલટેનિસ, કુશ્તી આદિ રમતોની તાલીમ માટેની ઉત્તમ સુવિધા કોલેજમાં છે. રમતગમતમાં રસ હોય અને શાળા કક્ષાએ પ્રવીણતા દાખવી હોય તેમણે આચાર્યશ્રીનો અને શારીરિક શિક્ષણના અધ્યાપક શ્રી નો સંપર્ક કરવો.

આર્ટ્સ કોલેજની સાથે આજે કેમ્પસમાં ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી(IGNOU) અભ્યાસ કેન્દ્ર પણ સંલગ્ન છે. તમે તમારા અભ્યાસની સાથે આ બંને યુનિવર્સિટીઓના કમ્પ્યુટર, ટુરીઝમ, ફૂડ અને ન્યુટ્રીશન સહિત અનેક અભ્યાસક્રમો નો લાભ લઇ શકો છો. આ બંને યુનિવર્સિટીના કો-ઓર્ડીનેટર(સંયોજક શ્રી) નો કેન્દ્ર પર આ માટે સંપર્ક કરવો

આર્ટ્સમાં સર્વોત્કૃષ્ટ વિદ્યાર્થીઓને દર વર્ષે પારિતોષિકો અને ચંદ્રકો આપવામાં આવે છે.

અંગ્રેજી ભાષા પ્રયોગશાળા English Language Laboratory ગુજરાત સરકારના અનુદાનથી કાર્યરત છે જે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે ખુબ ઉપયોગી નીવડશે.